Tue, 02/17/2009 - 23:07
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો
તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
હું તૌ મંદ મતિ, તમારી અકળ ગતિ, દુ:ખ કાપો ….દયા કરી દર્શન શિવ આપો
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે ચંન્દ્ર ભર્યો, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ….દયા કરી દર્શન શિવ આપો
નેતી નેતી જ્યાં વેદ વધે છે, મારૂ ચિતડું ત્યાં જાવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ….દયા કરી દર્શન શિવ આપો
હું તો એકલપંથી પ્રવાસી, છતાં મારો આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ….દયા કરી દર્શન શિવ આપો
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
મારા મનમા વસો, હ્રુદયે આવી વસો, શાંતિ સ્થાપો …દયા કરી દર્શન શિવ આપો
ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો ।
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો….દયા કરી દર્શન શિવ આપો
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો
Wed, 02/18/2009 - 08:51
#1
bhai ji it is taalo maan mada, taalo garv sada
It is excellent bhajan.Thank you for posting it.
Wed, 02/18/2009 - 12:14
#2
અનોનિમસ જી ,
મીસ્ટેક માટે માફી અને સુધારો બતાવા માટે ખુબ ખુબ ધન્યવાદ. I have corrected the mistake , thanks for letting me know.
જય સાઇરામ,
સાઇભક્ત જય
Thu, 02/19/2009 - 17:56
#3
Is it possible for me to download this beautiful bhajan posted in MP3 format? - શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
God bless you for the wonderful streaming bhajans..
Jyoti
Fri, 02/20/2009 - 00:05
#4
Jai Sairam Jyoti Ji,
I can only contact registered users , otherwise I have no clue how to reach them. But you can always reach me using the website contact form.
Jay





