Aug 172009
 
લાડ લડાવો લાલાને લાડ લડાવો

લાડ લડાવો લાલાને લાડ લડાવો (2)
નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે (2)
લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2)

વાંકડિયા વાળ ઓળી, આંજણિયા આંજો
ગાલે ટપકું કરી વારી વારી જાજો (2)
નાનકડું માથે મોરપીંછ લગાવો (2)
લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2)

પીળું ઝભલું પહેરાવી કંદોરો બાંધો
પડે નહીં જોજો મારા વ્હાલાને વાંધો (2)
રોઈ પડે તો તાળી પાડી રીઝાવો (2)
લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2)

નાનકડી વાંસળી આપો એનાં હાથમાં
વ્હાલ કરો વ્હાલાને તેડીને બાથમાં (2)
મસ્તક ચુમીને એને નેહે નવડાવો (2)
લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2)

લાંબુ આયુષ થાવા આશિષ આપજો
માંગો પ્રભુની પાસે દુઃખ એનાં કાપજો (2)
લાલાને ગોરી ગોરી ગાય બતાવો (2)
લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2)

Print Friendly, PDF & Email
Be Sociable, Share!

 Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

(required)

(required)